આપણાં સમાજનો ઈતિહાસ એક બારોટના હસ્તપ્રત લેખ ઉપરથી સમાજને
*જણસારી ની ઉત્પત્તિ*
ત્રેતાયુગમાં પરમબ્રહ્મ પરમાત્મા ભગવાન રામચંદ્ર એ મનુષ્ય અવતાર ધારણ કર્યો.એ સમયની વાત છે.ઋષિ જમદગ્નિ અને માતા રેણુકાના પુત્ર પરશુરામ પણ અંશ અવતાર હતા.જનક્ષત્રિયો ના અત્યાચાર અને જુલમ વધવાથી પરશુરામે ક્ષત્રિયોનો સમૂળગો નાશ કરવાનો સંકલ્પ કર્યો.
પિતાશ્રી જમદગ્નિના મૃત્યુનો બદલો લેવા માટે પૃથ્વી ને *નક્ષત્રિય* કરવાની પ્રતિજ્ઞા લીધી અને ક્ષત્રિયોનો નરસંહાર કરવા લાગ્યા.આમાથી અમુક ક્ષત્રિયો જીવ લઈને નાઠા. એમા એક ઉજમસિંહ નામક ક્ષત્રિય ૯ પુત્રોને લાઇ નાઠો.તે ગુજરાતના નર્મદા નદીના કિનારે સુરપાણેશ્વર પાસેની ઝાડીમાં સંતાઇ ગયો.અહીંયા વાઘમ્બર ઋષિ તથા ભીમસિંહજી તપ કરી રહ્યા હતા. ઉજમસિંહ અને તેના નવ બાળકો થરથર કંપતા હતા.ઋષિ અને ભીમસિંહજી ને તપ કરતા જોઈ એમને શરણે ગયા અને પ્રાણ બચાવવાની વિનંતી કરી.
ભીમસિંહજી એ આંખ ઉઘાડી હકીકત જાણીને તેમના ઉપર કરુણા ઉપજી.હાથમાં નર્મદા નદીનું પાણી લઈ સૂર્યનારાયણ ને અંજલિ આપી.સ્તુતિ કરી.સૂર્યનારાયણ નું આહવાન કરી પૃથ્વી પર પાણીની અંજલિ છાંટી.થોડીવાર માં ભગવાન સૂર્યનારાયણ તેમની પત્ની રાંદલ માં સાથે પ્રગટ થયા.
ભીમસિંહજી એ અરજ કરી કે,આ ક્ષત્રિય ઉજમસિંહ અને તેના નવ બાળકોનું પરશુરામ ભગવાન ના કોપથી રક્ષણ કરો.એમને માર્ગદર્શન આપો.
સૂર્યનારાયણ એ કીધુકે, વિધિના લેખ મિથ્યા થાય નહિ.ઉજમસિંહ જ્યાં સુધી ક્ષત્રિય છે ત્યાં સુધી ખતરો છે.જો તમે ક્ષત્રિય મટીને જાત બદલશો તો તમારો બચાવ થશે.પરશુરામ નો ક્રોધ શાંત કરવા માટે કોઈ સમર્થ નથી.સાક્ષાત પરમબ્રહ્મ ભગવાન રામચંદ્ર નો અવતાર લઇ તેમનો ક્રોધ શાંત કરશે ત્યારે સંકટ ટળશે. સીતાજી ના સ્વયંવરમાં રામચંદ્રે ધનુષ્ય તોડ્યું ત્યારે પરશુરામ નો ક્રોધ શાંત થયો.
ક્ષત્રિય ઉજમસિંહ પ્રાણ માટે પોતાની જાત બદલવા તૈયાર થયા.
સૂર્યનારાયણ એ હથિયાર મન ઈચ્છા કરી બનાવ્યા.વાઘમ્બર ઋષિએ વાઘચર્મ અને મૃગચર્મ આપ્યા.ભીમસિંહજી એ ચર્મ ઉપર નર્મદાનું જળ છાંટયું. નદીમાંથી પથ્થરની સલાડી આપી.માં રાંદલે આ સામગ્રી લઈને ઉજમસિંહ ને કારીગરી ની પ્રેરણા આપી.
ઉજમસિંહ એ ઈષ્ટદેવ સૂર્યનારાયણ અને માં રાંદલ નું નામ લઈને મોજા(પગનું ઢાંકણ) બનાવ્યા.સૂર્યનારાયણ અને રાંદલ માતા પ્રસન્ન થયા અને કહ્યું કે,તમોએ મોજા બનાવ્યા એટલે હવેથી તમો મોજાગર તરીકે ઓળખાશો. *જણસારી* ની પદવી આપી.
જણ ની સાર સંભાળ રાખનાર બન્યા તેથી જણસારી તરીકેની સૂર્યનારાયણ એ આપેલી પદવી શોભાવી.
સૂર્યનારાયણ અને રાંદલ માં ને પોતાના ઇષ્ટદેવ કહી સ્થાપ્યા.એ બદલામાં સૂર્યનારાયણ એ ઉજમસિંહ પાસેથી મહિનામાં ચાર હુકતા(રજા) પાળવા માંગ્યા.૨ અગિયારસ,૧ પૂનમ અને ૧ અમાસ.નહીંધોઇને સલાડી એ બેસો ત્યારે સલાડીનું પૂજન કરવું,દીવો કરવો અને મારા નામથી પગે લાગવું,પછી જ હજાર કામ કરવા.
૯ દીકરાઓએ જુદા જુદા કામ લીધા.એટલે કે,(૧)-મોજાગર(મોચી કામ),(૨)-જિનગર(ઘોડા માટે ચામડાની જિન અને આયુધો બનાવનાર),(૩)-મ્યાનગર(તલવારની મ્યાનના આવરણ બનાવનાર),(૪)-જરીકામ,(૫)-સોના રૂપાકામ,(૬)-ભરતકામ,(૭)-ચાંદલાગર,(૮)-આંગિકાર(વસ્ત્રો બનાવનાર) અને(૯)-બખતરગર(લડાઈના આભૂષણો).
રાજા ઉજમસિંહ ક્ષત્રિય માંથી કારીગરી કરનારા જણસારી બન્યા,ભીમસિંહજી ને પોતાના બારોટ બનાવ્યા અને વાઘમ્બર ઋષિને ગોરપદુ આપ્યું.
મોજાગર જે મોજા બનાવતા(પગનું આવરણ) તે કાળક્રમે અપભ્રંશ થઈને મોજા માંથી મોચા.મોચા માંથી *મોચી* શબ્દ અસ્તિત્વમાં આવ્યો.
અલગ શાખાઓ ના ગોત્ર અલગ હોય છે.
પહેલો ક્ષત્રિય:-પરમાર તેની શાખ-૩૫
બીજો ક્ષત્રિય:-રાઠોડ તેની શાખ ૧૩
ત્રીજો ક્ષત્રિય:-જાદવ તેની શાખ ૨૦
ચોથો ક્ષત્રિય ચૌહાણ તેની શાખ ૨૪
પાંચમો ક્ષત્રિય સોલંકી તેની શાખ ૧૬
છઠ્ઠો ક્ષત્રિય વાઘેલા તેની શાખ ૧૬
પઢીયાર:-શાખ ૧૨
ઝાલા:-શાખ ૨
જેઠવા;-શાખ ૧
ડાભી:-શાખ ૧(યાદવ ની શાખ)
ચાવડા:-શાખ(પરમારની)
મકવાણા:-(ઝાલાની પેટા શાખ)
ગોહિલ:-શાખ ૧
વાઘેલા:-શાખ ૧૬
સંદર્ભ:- બારોટ હર્ષદપ્રસાદ ભગવતીપ્રસાદ દામોદરપ્રસાદ (ધોળકા-ધંધુકા)
*હસ્તલિખિત પ્રત ઉપરથી ટાઈપ* જાણકારી માટે.
No comments:
Post a Comment